હું શોધું છું

હોમ  |

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

પાટણ પોલીસ પ્રજાના મિત્રને સાચા સાથી બનીને નિરંતર રાત દિવસ સેવા કરવા તત્પર છે અને પ્રજાના સાચા અર્થમાં રક્ષક બની જિલ્લામાં ભયમુકત અને ગુનેગારમુકત વાતાવરણ ઊભું કરી આદર્શ જિલ્લો બનાવવા તત્પર છે અને તે માટે સતત કાર્યશીલ છે. વધતી જનસંખ્યા અને ઔદ્યોગિકીકરણ અને શહેરોના વ્યાપની સમાંતર પોલીસના સંખ્યાબળમાં વધારો થતો નથી. આ બંને બાબતો એકબીજાની વિરૂદ્ધ ચાલે છે. જનસંખ્યા ઔદ્યોગિકીકરણ વધે છે જયારે પોલીસનું સંખ્યાબળ લગભગ સ્થિર કે ઘટે છે છતાંપણ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ રાત દિવસના પ્રયત્નો અને ઉપલબ્ધ સાધનોના /સંખ્યા બળના મહત્તમ ઉપયોગથી જિલ્લામાં મહદઅંશે ગુનાખોરી કાબૂમાં રહેલ છે. પાટણ જિલ્લા પોલીસ શિસ્ત, કર્તવ્યનિષ્ઠા, નિયમિતતા અને પ્રામાણિકતાને વરેલી છે. બંધારણીય મૂલ્યોને અનુસરીને રાત દિવસ જનસેવા,ગુણવત્તાલક્ષી જનસેવા કરવા તત્પર છે.જાતિ, ધર્મ કે ભાષા કે વિસ્તારના પ્રાદેશિક ફેરફારથી પર રહીને મકકમતા અને પારદર્શકતાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ગુનાઓને અટકાવવા અને નિવારણ-શોધન અને કાયદાના અસરકારક અમલીકરણ કરાવવા સારુ સદા તત્પર રહે છે. પાટણ સરહદી જિલ્લો હોઈ ત્રાસવાદ કે સબવર્જન તથા ઘૂસણખોરી જેવી વિઘ્વંષક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને બુદ્ધિપુર્વક રીતે રોકવા અને શોધી કાઢવા માટે સતત જાગૃત અને સક્ષમ છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગથી ગુનાઓ શોધી કાઢવા અને સાઇબર ક્રાઈમ જેવી ગુનાખોરી રોકવા અને શોધવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. આધુનિક જીવનશૈલીમાં બનતા ગુનાઓની સામે અસરકારક રીતે પહોંચી વળવા સારુ પાટણ પોલીસની કાર્ય પદ્ધતિમાં ધરખમ પરીણામલક્ષી ફેરફાર કરી તેની અસરકારકતા વધારવા અને પરિણામલક્ષી બદલાવ લાવવામાં આવેલ છે.સામાન્ય નાગરિકોને કેન્દ્રમાં રાખીને કાયદાનું શાસન સુદઢ બને તે માટે પોલીસનાં કાર્યોની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. પાટણ પોલીસ વિનયી, વિવેકપૂર્ણ, સુરુચિપુર્ણ રીતભાત સાથે પોલીસની કામગીરીમાં જન સહયોગ અને જન ભાગીદારી લોકોની સેવા કરવા તત્પર છે અને ગુનાખોરીની સાથે સાથે વિવિધ સામાજિક બદીઓ, હાનીરૂપથી વ્યસનોના નિર્મૂલન માટે કાનૂની કાર્યવાહી તથા માનવ સમજ કેળવી યોગ્ય વાતાવરણ, કોમી એખલાસ, સદ્દભાવ ઊભો કરવા સદા તત્પર છે. ફરજમાં તટસ્થતા બિનપક્ષાપક્ષી કાનૂન અમલીકરણની સાથે સાથે માનવ અધિકારનાં મૂલ્યો જળવાઈ રહે તે ઘ્યાનમાં રાખીને સમાજમાં પોલીસને ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માટે સદા કાર્યશીલ રહેશે. અને રાજ્ય પોલીસનો સેવા સુરક્ષા અને શાંતિનો ઘ્યેય હાંસલ કરશે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 08-01-2010