હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકારપત્ર
Rating :  Star Star Star Star Star   

પાટણ જિલ્લાના નાગરીકો જોગ

  • પોલીસ અધિક્ષકને કોઈ પણ વ્યકિત કામકાજના દિવસે કલાક ૧ર/૦૦ થી ર/૦૦ વાગ્યા સુધી અગાઉથી સમય મેળ્વ્યા સિવાય મળી શકે છે.
  • નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકને કચેરી કામકાજના દિવસે ૧૧/૩૦ થી ર/૦૦ વાગ્યા સુધી અગાઉથી સમય મેળવ્યા સિવાય મળી શકે છે.
  • ખુબ જ મહત્વની જરૂરી બાબત કે ફરીયાદ અંગે ગતે તે સમયે પોલીસ અધિક્ષકનો સંપર્ક કરી શકે છે. આ અંગે પોલીસ અધિક્ષક ઘ્વારા લોકદરબાર તથા પોલીસ ઈન્સપેકશન સમયે નાગરીકોની મીંટીંગમાં પોતાનો મોબાઈલ પણ જાહેર કરેલ છે.
  • પાટણ જિલ્લામાં સિઘ્ધપુર ડીવીઝન અને રાધનપુર ડીવીઝનમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ છે. સિઘ્ધપુર ડીવીઝનનું હેડ કવા. સિઘ્ધપુર મુકામે અને રાધનપુર ડીવીઝનનું હેડ કવા. રાધનપુર મુકામે છે. અને નાગરીકો આ અધિકારીઓને કચેરી કામકાજના દિવસે મળી શકે છે.
  • પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન પ્રજાજનો માટે ર૪ કલાક ખુલ્લા રહે છે. અન્ય મુલ્કી સેવાઓના જાહેર સેવકોની અપેક્ષાએ દરેક પોલીસ અમલદાર ર૪ કલાક ફરજ ઉપર મુંબઈ પોલીસ અધિનિયમની કલમ ર૮ મુજબ રહેવા બંધાયેલ છે. જેથી એમ કશી શકાય કે પોલીસ આપની સેવામાં રાત દિવસ કાર્યરત છે.
  • અસામાજિક પ્રવૃત્તિ , ગુનાખોરી , ગુનેગારો વિગેરે અંગેની માહિતી આપશો તો તે માહિતી આપનાર વ્યકિતનનું નામ ઠામ ગુપ્ત રાખવામાં આવશે. અને જરૂરી કાયદાની મર્યાદામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  • પાટણ જિલ્લાના નાગરીકોના સુચનો હંમેશા આવકાર્ય રહેશે. સર્વ નાગરીકો પ્રજાજનો , સ્વૈચ્છિક સંસ્થાઓ અન્ય ખાતાના જાહેર સેવકો અધિકાર પત્રની બાબતમાં તેના અમલીકરણ માટે સાથ સહકાર આપશે તેવી અપેક્ષા છે.

પોલીસ શું શું સેવાઓ આપે છે ?

કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે. ગુનાઓ અટકાવવા તથા શોધવાની ગુનાઓ નોંધવાની, તપાસવાની , આરોપીને અટક કરવાની અને તે સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. વાવાઝોડું, આગ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી ઘટાનાઓ તથા બીજી આફતો વેળા પબ્લિકને મદદ કરવાની સેવાઓ આપે છે.

લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે ?

ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પાટણ જીલ્‍લા પોલીસ કંટ્રોલરૂમ ના નંબર-૧૦૦ તથા ૦ર૭૬૬-૨૩૦૫૦૨ ઉપર જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ને જાણ કરે છે. રૂબરૂમાં સતત ર૪ કલાક કે ૩૬પ દિવસ સુધી કાર્યરત રહેતી પોલીસને જાણ કરી શકે છે. તેમજ sp-patan@gujarat.gov.in ઇ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા સતત ર૪ કલાક સેવા આપે છે.

ફરીયાદ નિવારણ

  • પાટણ જિલ્લાના વિસ્તારની અંદર નાગરીકોને અલગ અલગ મુશ્કેલી તફલીફો તથા પ્રશ્નો ઉદભવતા હોય છે. જેના નિકાલ માટે તેઓ પોલીસ ખાતા પાસે અપેક્ષા રાખે છે. નાગરીકો તરફથી આવતી અરજી ઉપર યોગ્ય ઘ્યાન આપી ઝડપી નિકાલ માટેની પઘ્ધતિ અપનાવવામાં આવેલ છે.
  • પોલીસ અધિક્ષકની કચેરી આવતી અરજીઓ નાગરીકો સરકારશ્રી કે પોલીસ મહાનિદેશક તરફથી આવે છે. આવી તમામ અરજીઓ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનો તરફ મોકલી આપવામાં આવે છે. તેમજ અરજીની ગંભીરતા મુજબ નાયબ પોલીસ અધિક્ષક તરફ પણ જાત તપાસ માટે મોકલવામાં આવે છે. અને તે અંગેનો વિગતવારનો અહેવાલ સમાંતરે મેળવવામાં આવે છે.
  • અરજીઓની કક્ષા અનુસાર જે અરજીઓ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે. તેવી અરજીઓ પોલીસ ઈન્સપેકટર અથવા તો પોલીસ સબ ઈન્સપેકટર જાતે અથવા તેમના હાથ નીચેના કર્મચારી ઘ્વારા તપાસ કરવામાં આવે છે.
  • અરજીઓ જો નનામી અથવા ખોટા નામથી આવે તો સામાન્ય રીતે તે અરજી દફતરે કરવામાં આવે છે. પરંતુ આ અરજીમાં દારૂ અથવા જુગાર કે બીજા કોઈ ચોકકસ ગુનાની માહિતી હોય તો તેની તપાસ કરવામાં આવે છે. તેમજ કેટલીક વખત કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી વિરૂઘ્ધ ના જુદા જુદા પ્રકારના આક્ષેપો બાબતની અરજીઓ હોય અને આ અરજીઓ નનામી અથવા ખોટા નામની હોય અને તેમાં જો કોઈ તથ્ય જણાતુ હોય તો તેવી અરજીઓની તપાસ માટે પોલીસ અધિક્ષકશ્રી જરૂરી નિર્ણય લઈ નાયબ પોલીસ અધિક્ષક તરફ તે અરજી મોકલી આપવામાં આવે છે.
  • અરજદાર તરફથી કરવામાં આવેલ અરજીનો નિકાલ થાય છે. તેની જાણ તે પરત્વે કરવામાં આવેલ કાર્યવાહી સબંધમાં અરજદારને જાણ કરવામાં આવે છે. અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશને અથવા પોલીસ ચોકી એ અથવા પોલીસ અધિક્ષકની કચેરીએ આપી શકે છે. અને જો કોઈ અરજદારની અરજી બાબતે અરજદારને અસંતોષ હોય તો નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ અધિક્ષકને રજુઆત કરી શકે છે. અરજદારે આપેલ અરજીની પહાંચ મેળવવા અરજદાર હકદાર છે. સામાન્ય રીતે અરજીની તપાસ સાત દિવસમાં પુર્ણ કરી નાખવાની હોય છે. પણ મોટા ભાગે અરજીની તપાસ ૩૦ દિવસમાં તો પુરી થઈ જાય છે

ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે ?

  • કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે તેની નકલ ફરિયાદની વિનામૂલ્યે ત્રણ કલાકની અંદર આપવામાં આવશે.
  • સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈ પણ બંધન વિના ફરિયાદ નોંધવાંમાં આવશે.
  • ગુનાના સાક્ષીઓની તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દિવસમાં ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરિયાદીને તે અંગેની જાણ કરશે.
  • ખોવાયેલ બાળક, વ્યાક્તિઓને શોધવા માટે તપાસ જરૂરી પ્રયત્નો કરશે.
  • પંદર વર્ષથી નીચેનાં બાળોકને, વૃદ્ધોને, મહિલાઓને, માંદા માણસોને શક્ય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં.
  • કોર્ટમાંથી મિલકતનો કામચલાઉ કબજો અપવાવા ફરિયાદીને જરૂર મદદરૂપ બનશે.
  • સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબકકામાં છે ? તેની જાણ ફરિયાદીને કે ભોગ બનનારને કરાશે.
  • મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટકમા લઈ શકાશે નહીં.
  • મહિલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ મહિલા પોલીસ દ્વારા જ કરશે.
  • મહિલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામં આવે ત્યારે તેનાં સગાંને ત્યાં રહેવા દેવાની છૂટ અપાશે.
  • બાળ ગુનેગારને પોલીસ લોકઅપમાં ન મૂકી શકાય તેમને અટક કર્યા બાદ બાળગૃહોમાં કે સલામત સ્થળે ત્વરિત મોકલાશે.
  • દરેક અટકાયતીને હાથકડી પહેરાવી શકાય નહીં સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.
  • આરોપીઓ સાથે ગે.કા.ની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં.
  • જામીનલાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન પર છોડવો.
  • જરૂરિયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે.
  • કેસ પૂરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોપવામાં ફરિયાદી/ બનનારને પોલીસ મદદ કરશે.
  • એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે , અત્યાચારનો ભોગ બનેલ વ્યનક્તિ કે સમૂહને પોલીસ રક્ષણ વિના મૂલ્યે આપવામાં આવશે.
  • ૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.
  • દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપીઓ ઉપર છે.
  • સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવા ન દેવાય તો ઈપીકો ક. ૪૦૬ હેઠળ ગુનો બનશે.
  • લગ્ન જીવનનાં ૧૦ વર્ષની અંદર પરિણીત મહિલાના શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં નાયબ પોલીસ અધીક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરોની કરશે. ભોગ બનનાર મહિલાનુ મરણોત્તર નિવેદન એક જિ. મેજિ. લેશે.

દિલગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતું.

  • કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોંપે તો મિલકત રિકવર થઈ શકે નહીં.
  • આરોપી સાથે ગેરકાનૂની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં.
  • નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રિકવર કરી શકાય નહીં.
  • જમીન, મકાન, ભાડુઆતના ઝઘડામા સમાધાન કરાવી શકાય નહીં.
  • નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહીં, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં.
  • આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહીં.
  • દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહીં.
  • માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેનાં સગાંને વળતર આપવા વાહનના માલીક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહીં

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-01-2012