પોલીસ અધિક્ષક, પાટણ
http://www.sppatan.gujarat.gov.in

પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર

12/11/2019 11:24:45 PM

પોલીસ અધીક્ષકની કચેરી, પાટણ જિલ્લા
પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર
પાટણ.

નાગરીક સુવિધા કેન્દ્ર

 • Ø  અત્રેના પાટણ જિલ્લા માં પાસપોર્ટની અરજીઓ સ્વીકારવા સારુ પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર કાર્યરત હતુ. જે તા.૧૬/૬/ર૦૧ર થી બંધ કરવામાં આવેલ છે. જે હવેથી અરજદારશ્રીએ ઓનલાઇન ફોર્મ ભરી ઓનલાઇન તારીખ મળેવી રૂબરૂ નીચે જણાવેલ સરનામે હાજર રહેવુ.

  Ø

  સરનામુઃ-

  પાસપોર્ટ સેવા કેન્‍દ્ર-૧ ,

  આર્યઆર્કેટ ક્રોસ વર્ડની બાજુમાં,

  મીઠા ખળી છ રસ્‍તા, અમદાવાદ

  પાસપોર્ટ અરજી અંગેનું માર્ગદશન

  • ૧પ વર્ષ સુધીનાં બાળકોને માઈનોર તરીકે ગણવામાં આવે છે. અને તેમના પાસપોર્ટ અરજી ફી. ૬૦૦/- રાખવામાં આવેલ છે. જયારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક માટે પાસપોર્ટ માટેની ફી. ૧૦૦૦/- રાખવામાં આવેલ છે.
  • પાસપોર્ટ અરજીનુ ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા અન્ય ખાનગી એજન્સી મારફતે આ પાસપોર્ટ ઓફિસ સુરતથી મેળવવાનુ હોય છે.જેની કિમંત સરકારે રૂ.૧૦/- નકકી કરેલ છે.
  • ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તેની ઝેરોક્ષ કોપી-૩ રજૂ કરવાની હોય છે.
  • રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, છેલ્લાં બે વર્ષના લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લાં બે વર્ષની પહોંચ રજૂ કરવાની રહે છે.
  • જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ. જે વ્‍યકિતનો જન્‍મ તા.ર૬-૧-૧૯૮૯ માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્‍યુનીશીપલ ઓથોરીટી અથવા જન્‍મ-મરણ નોધણી રજીસ્‍ટર ધ્‍વારા ઇસ્‍યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્‍ય ગણાશે. ગ્રામ પંચાયતના તાલીમ કમ મંત્રીના હોદ્દા નું જન્‍મ-મરણ નોધણી પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે.
  • લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાની રહે છે. મુસ્‍લીમ સ્‍ત્રીઓએ નિકાહ પ્રમાણપત્ર રજુ કરવું.
  • નાનાં બાળકોના કેસમાં તેઓનાં માતા-પિતા વેલિડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરવી તેમ જ માઇનોરની એફિડેવિટ તેનાં માતા-પિતાએ રૂ.ર૦/-ના સ્ટેમ્પ ઉપર અંગ્રેજીમાં કરાવી રજૂ કરવાની રહેશે, તેમ જ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડિક્લેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે. (એફિડેવિટનો નમૂનો ફોર્મ-પાછળ અને કરારમાં આપવામાં આવેલ છે).
  • પાસપોર્ટ અરજીની ફી રોકડા રૂપિયામાં સ્વીકારવામાં આવતી નથી, પરંતુ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવતી નથી.
  • પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમ જ નાનાં બાળકોના કિસ્સામાં માતા-પિતાએ બાળકોને લઈને આવવાનું રહેશે.